Gujarat Final Voter List 2026 Released: Check Your Name Online District-Wise

​ચૂંટણી પંચ દ્વારા ગુજરાત રાજ્યની અંતિમ મતદાર યાદી 2026 (Gujarat Final Voter List 2026) સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. આગામી ચૂંટણીઓમાં લોકશાહીના પર્વમાં ભાગ લેવા અને મતદાન કરવા માટે તમારું નામ આ યાદીમાં હોવું અત્યંત જરૂરી છે. જો તમે હજુ સુધી તમારું નામ ચેક નથી કર્યું, તો હવે તમે ઘરે બેઠા તમારા મોબાઈલ કે કમ્પ્યુટરથી જ ઓનલાઈન તમારું નામ અને મતદાન મથકની વિગતો તપાસી શકો છો.

​જાણો કઈ રીતે તમે માત્ર ૨ મિનિટમાં જિલ્લાવાર તમારું નામ ઓનલાઈન ચેક કરી શકો છો.

મતદાર યાદીમાં ઓનલાઈન નામ કઈ રીતે ચેક કરવું? (Step-by-Step Guide)

​તમારું નામ 2026 ની નવી યાદીમાં છે કે નહીં તે જાણવું હવે ખૂબ જ સરળ છે. નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો:

  1. સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો: સૌથી પહેલા ભારતના ચૂંટણી પંચના સત્તાવાર પોર્ટલ voters.eci.gov.in અથવા CEO ગુજરાતની વેબસાઇટ ceo.gujarat.gov.in પર જાઓ.
  2. ‘Search in Electoral Roll’ પસંદ કરો: હોમપેજ પર આપેલા ‘Search in Electoral Roll’ (મતદાર યાદીમાં તમારું નામ શોધો) વિકલ્પ પર ક્લિક કરો.
  3. શોધવા માટેનો વિકલ્પ પસંદ કરો: તમે ત્રણ રીતે તમારું નામ શોધી શકો છો:
    • EPIC દ્વારા: તમારો 10 આંકડાનો મતદાર કાર્ડ (Voter ID) નંબર નાખીને.
    • વિગતો દ્વારા (Search by Details): તમારું નામ, પિતાનું નામ, ઉંમર, જિલ્લો અને વિધાનસભા ક્ષેત્ર નાખીને.
    • મોબાઇલ નંબર દ્વારા: જો તમારો મોબાઈલ નંબર વોટર આઈડી સાથે લિંક હોય, તો તેના દ્વારા.
  4. રાજ્ય અને જિલ્લો પસંદ કરો: તમારું રાજ્ય ‘Gujarat’ અને તમારો જિલ્લો (દા.ત., સુરત, અમદાવાદ, રાજકોટ વગેરે) પસંદ કરો.
  5. કેપ્ચા કોડ (Captcha) ભરો: સ્ક્રીન પર દેખાતો કેપ્ચા કોડ સાચી રીતે દાખલ કરો અને ‘Search’ બટન પર ક્લિક કરો.

​જો તમારું નામ મતદાર યાદીમાં હશે, તો તમારી તમામ વિગતો અને મતદાન મથક (Polling Station) ની માહિતી સ્ક્રીન પર દેખાશે. તમે આ સ્લિપને ડાઉનલોડ પણ કરી શકો છો.

જિલ્લાવાર અને બૂથવાર PDF કેવી રીતે ડાઉનલોડ કરવી?

​જો તમે તમારા આખા વિસ્તાર કે સોસાયટીની મતદાર યાદીની PDF ફાઈલ ડાઉનલોડ કરવા માંગતા હોય તો:

  • CEO ગુજરાત ની વેબસાઈટ ઓપન કરો.
  • ​મેનૂમાંથી ‘Electoral Rolls – 2026’ પર ક્લિક કરો.
  • ​તમારો જિલ્લો અને વિધાનસભા મતવિસ્તાર (Assembly Constituency) પસંદ કરો.
  • ​તમારા મતદાન મથક (Polling Station) નું નામ શોધીને તેની સામે આપેલ ‘Show PDF’ પર ક્લિક કરો.
  • નવા મતદાર તરીકે નોંધણી માટે: જો તમારી ઉંમર ૧૮ વર્ષ પૂર્ણ થઈ ગઈ હોય, તો ઓનલાઈન ફોર્મ 6 (Form 6) ભરીને નવું કાર્ડ કઢાવી શકો છો.
  • ભૂલ સુધારવા માટે: જો નામ, સરનામું, કે ફોટામાં ભૂલ હોય તો ફોર્મ 8 (Form 8) ભરીને ઓનલાઈન સુધારો કરાવી શકો છો.