નમસ્કાર મિત્રો! ચૂંટણી પંચ (Election Commission) દ્વારા Gujarat Final Voter List 2026 સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. 17 ફેબ્રુઆરી 2026 ના રોજ CEO ગુજરાત દ્વારા પ્રસિદ્ધ કરાયેલી આ આખરી મતદાર યાદીમાં રાજ્યના 4.40 કરોડથી વધુ મતદારો નોંધાયા છે. જો તમે પણ તાજેતરમાં નવું ચૂંટણી કાર્ડ કઢાવ્યું છે અથવા કોઈ સુધારો કરાવ્યો છે, તો તમારું નામ આ નવા લિસ્ટમાં એડ થયું છે કે નહીં તે ચકાસવું ખૂબ જ જરૂરી છે.
આ આર્ટિકલમાં અમે તમને ઘરે બેઠા તમારા મોબાઈલથી Voter List માં તમારું નામ કેવી રીતે ચેક કરવું તેની સંપૂર્ણ અને સરળ માહિતી આપીશું.
Gujarat Final Voter List 2026 ની મહત્વની બાબતો
- કુલ મતદારો: 4.40 કરોડથી વધુ
- નવા ઉમેરાયેલા નામ: 5.60 લાખ નવા મતદારો
- લિસ્ટ જાહેર થયાની તારીખ: 17 ફેબ્રુઆરી 2026
- સત્તાવાર વેબસાઇટ: electoralsearch.eci.gov.in અથવા ceo.gujarat.gov.in
Voter List માં તમારું નામ ઓનલાઈન કેવી રીતે ચેક કરવું? (Step-by-Step)
ચૂંટણી પંચના નવા ECI Electoral Search પોર્ટલ પરથી તમે 3 સરળ રીતે તમારું નામ શોધી શકો છો:
રીત 1: EPIC નંબર (ચૂંટણી કાર્ડ નંબર) દ્વારા (સૌથી સરળ રીત)
- સૌથી પહેલા સત્તાવાર વેબસાઈટ electoralsearch.eci.gov.in ઓપન કરો.
- હોમપેજ પર “Search by EPIC” (ઈપીઆઈસી દ્વારા શોધ) વિકલ્પ પસંદ કરો.
- તમારો 10 આંકડાનો EPIC નંબર (જે તમારા ચૂંટણી કાર્ડ પર લખેલો હોય છે) દાખલ કરો.
- તમારું રાજ્ય “Gujarat” પસંદ કરો.
- સ્ક્રીન પર દેખાતો Captcha Code દાખલ કરીને “Search” બટન પર ક્લિક કરો.
- તમારું નામ લિસ્ટમાં હશે તો તમારી તમામ વિગતો સ્ક્રીન પર દેખાશે.
રીત 2: નામ અને અન્ય વિગતો દ્વારા (Search by Details)
જો તમારી પાસે તમારો ચૂંટણી કાર્ડ નંબર નથી, તો તમે તમારા નામ પરથી પણ તમારું નામ શોધી શકો છો.
- તે જ વેબસાઈટ પર “Search by Details” નો વિકલ્પ પસંદ કરો.
- તમારું પૂરું નામ, પિતા/પતિનું નામ, ઉંમર, અને જાતિ (Gender) દાખલ કરો.
- તમારું રાજ્ય, જિલ્લો અને તમારો વિધાનસભા મતવિસ્તાર પસંદ કરો.
- Captcha Code નાખીને Search પર ક્લિક કરશો એટલે તમારી વિગતો આવી જશે.
રીત 3: મોબાઈલ નંબર દ્વારા (Search by Mobile)
જો તમારો મોબાઈલ નંબર તમારા Voter ID સાથે લિંક કરેલો છે, તો આ વિકલ્પ સૌથી બેસ્ટ છે. “Search by Mobile” વિકલ્પમાં જઈને તમારું રાજ્ય પસંદ કરો, તમારો મોબાઈલ નંબર નાખો અને OTP વેરીફાય કરીને સીધું જ તમારું નામ લિસ્ટમાં ચેક કરી લો.
ગામ કે બૂથ વાઇઝ આખું લિસ્ટ (PDF) કેવી રીતે ડાઉનલોડ કરવું?
જો તમારે તમારા આખા ગામ, વોર્ડ કે બૂથનું લિસ્ટ PDF સ્વરૂપે ડાઉનલોડ કરવું હોય, તો તમે સત્તાવાર વેબસાઈટ http://voters.eci.gov.in અથવા CEO Gujarat ની વેબસાઈટ પર જઈને “Electoral Rolls” વિભાગમાંથી તમારો જિલ્લો અને વિધાનસભા પસંદ કરીને ડાઉનલોડ કરી શકો છો.
મહત્વપૂર્ણ નોંધ: આગામી ચૂંટણીઓમાં મતદાન કરવા માટે આ ફાઈનલ લિસ્ટમાં નામ હોવું ફરજિયાત છે. તેથી આજે જ તમારું નામ ચેક કરો અને આ માહિતી તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરવાનું ભૂલતા નહીં!
Visit the official website: https://voters.eci.gov.in/download-eroll