શું તમે ખેતી, પશુપાલન કે બાગાયતી યોજનાઓ પર સરકારી સહાય (સબસિડી) મેળવવા માંગો છો? ગુજરાત સરકારના iKhedut પોર્ટલ 2026 દ્વારા આ પ્રક્રિયા હવે એકદમ સરળ બની ગઈ છે. ઘરે બેઠા તમારા સ્માર્ટફોન કે કોમ્પ્યુટરની મદદથી તમે વિવિધ સરકારી ખેતી લક્ષી યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરી શકો છો.
આ લેખમાં અમે તમને આઈ-ખેડૂત પોર્ટલ વિશેની તમામ જરૂરી માહિતી ખૂબ જ સરળ ભાષામાં આપીશું, જેથી તમે સરકારની કોઈ પણ યોજનાના લાભથી વંચિત ન રહી જાવ.
iKhedut પોર્ટલ 2026 પર ઉપલબ્ધ મુખ્ય યોજનાઓ
ખેડૂતોની આવક બમણી કરવા અને તેમને આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે પોર્ટલ પર અલગ-અલગ વિભાગોમાં સહાય આપવામાં આવે છે:
- ખેતીવાડી યોજનાઓ: ટ્રેક્ટર, તાડપત્રી, પંપ સેટ, પાક સંરક્ષણ સાધનો અને અન્ય ખેત ઓજારોની ખરીદી પર
- સીધી સબસિડી.
- પશુપાલન યોજનાઓ: ગાય-ભેંસના તબેલા બનાવવા, મિલ્કિંગ મશીન, ચાફ કટર અને પશુ આહાર માટે આર્થિક સહાય.
- બાગાયતી યોજનાઓ: ફળ-ફૂલની ખેતી, ગ્રીન હાઉસ, નેટ હાઉસ અને ટ્રેક્ટર (મિની) ખરીદવા માટે મદદ.
- જમીન અને જળ સંરક્ષણ: ખેત તલાવડી બનાવવા અને અન્ડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવા માટેની યોજનાઓ.
ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ (Documents)
પોર્ટલ પર ફોર્મ ભરતા પહેલા તમારી પાસે નીચે મુજબના દસ્તાવેજો તૈયાર હોવા જરૂરી છે:
- અરજદાર ખેડૂતનું આધાર કાર્ડ
- બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ (જેમાં ખાતા નંબર અને IFSC કોડ સ્પષ્ટ હોય)
- જમીનના ૭/૧૨ અને ૮-અ ના લેટેસ્ટ ઉતારા
- રેશન કાર્ડની નકલ
- ચાલુ મોબાઈલ નંબર (આધાર કાર્ડ અને બેંક ખાતા સાથે લિંક હોય તેવો)
iKhedut પોર્ટલ પર અરજી કેવી રીતે કરવી? (સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શિકા)
- સૌથી પહેલા તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં સત્તાવાર વેબસાઈટ ikhedut.gujarat.gov.in ઓપન કરો.
- હોમપેજ પર દેખાતા “યોજનાઓ” (Schemes) વિકલ્પ પર ક્લિક કરો.
- હવે તમારી જરૂરિયાત મુજબની કેટેગરી (જેમ કે, ખેતીવાડી યોજનાઓ કે પશુપાલન યોજનાઓ) પસંદ કરો.
- ચાલુ વર્ષની તમામ યોજનાઓનું લિસ્ટ ખૂલશે. જે યોજના માટે અરજી કરવી હોય તેની સામે આપેલ “અરજી કરો” બટન પર ક્લિક કરો.
- જો તમે પોર્ટલ પર પહેલાથી રજીસ્ટર કરેલું છે તો ‘હા’ પસંદ કરો, નહીંતર ‘ના’ પસંદ કરી નવું ફોર્મ ભરો.
- ફોર્મમાં માંગેલી તમામ વિગતો (જમીન, બેંક અને વ્યક્તિગત માહિતી) ચોકસાઈપૂર્વક ભરો અને ફોર્મ સબમિટ કરો.
ખાસ નોંધ: ઓનલાઈન ફોર્મ સબમિટ કર્યા પછી તેની પ્રિન્ટ કાઢી લેવી. આ પ્રિન્ટ પર સહી/અંગૂઠો કરી, જરૂરી ડોક્યુમેન્ટ્સ જોડીને તમારા ગામના ગ્રામ સેવક અથવા તાલુકા પંચાયત કચેરીએ નિયત સમયમર્યાદામાં જમા કરાવવી ફરજિયાત છે.
અરજી કરવા માટે અગત્યની લિંક
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી જોવા માટે અહીં ક્લિક કરો
ખેતીવાડી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો
પશુપાલન ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો
બાગાયતી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો
મત્સ્ય પાલન ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો
ikhedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો