Massive Spike in Petrol-Diesel Prices! Nayara Energy’s Shocking Decision, Check Latest Rates

​શું તમે પણ તમારા વાહનમાં નાયરા (Nayara) પેટ્રોલ પંપ પરથી ઈંધણ ભરાવો છો? તો તમારા માટે એક માઠા સમાચાર છે. દેશની સૌથી મોટી ખાનગી ઓઈલ રિટેલ કંપની નાયરા એનર્જીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાતોરાત તોતિંગ વધારો ઝીંકી દીધો છે.

​વાહનચાલકોના ખિસ્સા પર સીધી અસર કરતા આ નિર્ણયથી સામાન્ય જનતામાં ચિંતાનો માહોલ છે.

આજના મોટા સમાચારના મુખ્ય અંશો:

  •  પેટ્રોલમાં મોટો ભડકો: નાયરા એનર્જીએ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર અંદાજે ₹5 નો વધારો કર્યો છે.
  •  ડીઝલ પણ મોંઘુ: ડીઝલના ભાવમાં પણ પ્રતિ લિટર અંદાજે ₹3 નો વધારો કરવામાં આવ્યો છે.
  •  107 ને પાર પહોંચ્યો ભાવ: આ વધારા પછી ઘણા વિસ્તારોમાં નાયરાના પંપ પર પેટ્રોલનો ભાવ ₹107 ની સપાટી વટાવી ગયો છે.

અચાનક ભાવ કેમ વધારવામાં આવ્યા?

તમને જણાવી દઈએ કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ (કાચા તેલ) ની કિંમતોમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. મધ્ય પૂર્વના દેશો (અમેરિકા, ઇઝરાયેલ, ઈરાન) વચ્ચે ચાલી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિના કારણે ગ્લોબલ ઓઈલ માર્કેટ પ્રભાવિત થયું છે. સરકારી સબસિડીના અભાવે, નાયરા જેવી ખાનગી કંપનીઓને વધતા જતા ખર્ચને સરભર કરવા માટે ભાવ વધારવાની ફરજ પડી છે.

શું સરકારી પેટ્રોલ પંપ પર પણ ભાવ વધ્યા છે?

સામાન્ય જનતા માટે રાહતની વાત એ છે કે, હાલમાં ઇન્ડિયન ઓઇલ (IOC), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) જેવી સરકારી કંપનીઓએ તેમના પેટ્રોલ-ડીઝલના સામાન્ય ભાવમાં કોઈ જ ફેરફાર કર્યો નથી.

​તમારા વિસ્તારના ચોક્કસ નવા ભાવ જાણવા માટે તમે નજીકના નાયરા પંપ પર અથવા તેમની ઓફિશિયલ એપ પર ચેક કરી શકો છો.